Posts

Showing posts from April, 2024

Science fair Keliya School,Vansda: વાંસદા તાલુકાના કેલિયા પ્રા.શાળામાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું.

Image
Science fair Keliya School,Vansda: વાંસદા તાલુકાના કેલિયા પ્રા.શાળામાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું. બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કેલિયા પ્રાથમિક શાળા ખાતે વાંસદા-ચીખલીના ધારાસભ્ય આનંદ પટેલની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યું હતું જેમાં ૮૪ જેટલી કૃતિઓ પ્રદર્શન માટે મૂકવામાં આવી હતી અને કેલિયા પ્રાથમિક શાળાના નવનિર્મિત મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ૨૦૨૪ "ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને વાંસદા તાલુકાની પ્રાથમિક શાળાઓના બાળ વૈજ્ઞાનિકો દ્વારા કેલિયા પ્રાથમિક શાળામાં નવનિર્મિત મકાનનું લોકાર્પણ વાંસદા વિધાનસભાનાં માનનીય ધારાસભ્યશ્રી અનંત પટેલ અને તાલુકા પંચાયત પ્રમુખશ્રી દીપ્તિબેન પટેલની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યું હતું. જેમાં જુદી જુદી પ્રાથમિક શાળાના બાળકોએ 84 જેટલી કૃતિઓ પ્રદર્શન માટે મૂકવામાં આવી હતી.  અધ્યક્ષપદેથી ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે શાળાના ઉત્સાહિત શિક્ષકો દ્વારા દર વર્ષે વૈજ્ઞાનિક પ્રદર્શન રાખવામાં આવે છે અને વિદ્યાર્થીઓ પણ ઉત્સાહથી કૃતિઓ તૈયાર કરે છે આ પ્રસંગે પ્રાંત અધિકારી પટેલ સાહેબે જણાવ્યું હતું કે ખૂબ સરસ આયોજન કર...

Navsari News : નવસારીનાં દાંડી બીચ ખાતે વિવિધ પ્રકારની રમણીય પ્રવૃત્તિઓ થકી સહેલાણીઓને દેશના નાગરિક તરીકે ફરજ બજાવી અચૂક મતદાન કરવા આહવાન.

Image
  Navsari News : નવસારીનાં દાંડી બીચ ખાતે વિવિધ પ્રકારની રમણીય પ્રવૃત્તિઓ થકી સહેલાણીઓને દેશના નાગરિક તરીકે ફરજ બજાવી અચૂક મતદાન કરવા આહવાન. તારીખ : ૨૭-૦૪-૨ ૦૨૪નાં દિને આગામી લો.સા.ચૂં. અંતર્ગત SVEEP હેઠળ દાંડી બીચ ખાતે ઝુમ્બા,સનેડો ડાન્સ,સંગીત ખુરશી,દોરડા ખેંચ અને સેલ્ફી પોઈન્ટ જેવી રમણીય પ્રવૃતિઓ થકી સહેલાણીઓને દેશના નાગરિક તરીકેની ફરજ બજાવીને આગામી તારીખ 7 મે ના રોજ અચૂક મતદાન કરવા આહવાન કર્યું. જેમાં નાના મોટા સૌ સહેલાણીઓ જોડાયા હતા. આગામી લો.સા.ચૂં. અંતર્ગત SVEEP હેઠળ દાંડી બીચ ખાતે ઝુમ્બા,સનેડો ડાન્સ,સંગીત ખુરશી,દોરડા ખેંચ અને સેલ્ફી પોઈન્ટ જેવી રમણીય પ્રવૃતિઓ થકી સહેલાણીઓને દેશના નાગરિક તરીકેની ફરજ બજાવીને આગામી તારીખ 7 મે ના રોજ અચૂક મતદાન કરવા આહવાન કર્યું. #Election2024 #ElectionAwareness #GoVote pic.twitter.com/HWP5Av89F0 — Collector & DM Navsari (@CollectorNav) April 27, 2024

Navsari News :બી.બી.દેસાઈ હાઈસ્કુલ, દેગામના શિક્ષકશ્રીઓ તથા આચાર્યશ્રી દ્વારા ગામના વિવિધ સ્થળોએ મુલાકાત કરી તા. ૦૭ મે ૨૦૨૪ ના રોજ વધુમાં વધુ મતદાન થાય તે માટે મતદાન જાગૃતિ અંગેના કાર્યક્રમો કરાયા.

Image
Navsari News :બી.બી.દેસાઈ હાઈસ્કુલ, દેગામના શિક્ષકશ્રીઓ તથા આચાર્યશ્રી દ્વારા ગામના વિવિધ સ્થળોએ મુલાકાત કરી તા. ૦૭ મે ૨૦૨૪ ના રોજ વધુમાં વધુ મતદાન થાય તે માટે મતદાન જાગૃતિ અંગેના કાર્યક્રમો કરાયા. લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે બી.બી.દેસાઈ હાઈસ્કુલ, દેગામના શિક્ષકશ્રીઓ તથા આચાર્યશ્રી દ્વારા ગામના વિવિધ સ્થળોએ મુલાકાત કરી તા. ૦૭ મે ૨૦૨૪ ના રોજ વધુમાં વધુ મતદાન થાય તે માટે મતદાન જાગૃતિ અંગેના કાર્યક્રમો કરાયા. pic.twitter.com/muEcI02gsA — DEPUTY COLLECTOR & SDM CHIKHLI - ERO 176 GANDEVI (@ERO_176_GANDEVI) April 26, 2024

Navsari news :નવસારી માનનીય કલેકટર સુશ્રી ક્ષિપ્રા એસ.આગ્રે મેડમ દ્વારા નવસારી જિલ્લાના મતદારોને આગામી તા.07 મે 2024ના રોજ યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી-2024માં મતદાન કરવા ખાસ અપીલ.

Image
Navsari news :નવસારી માનનીય કલેકટર સુશ્રી ક્ષિપ્રા એસ.આગ્રે મેડમ દ્વારા નવસારી જિલ્લાના મતદારોને આગામી તા.07 મે 2024ના રોજ યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી-2024માં મતદાન કરવા ખાસ અપીલ.   આગામી તા.07 મે 2024ના રોજ યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી - 2024માં નવસારી જિલ્લાના મતદારોને મતદાન કરવા ખાસ અપીલ. #LokSabhaElection2024 #Election2024 #ChunavKaParv #DeshKaGarv #GoVote #EveryVoteMatters #EveryVoteCounts #NoVoterToBeLeftBehind @CEOGujarat @ECISVEEP pic.twitter.com/qiQVexsrS8 — Collector & DM Navsari (@CollectorNav) April 24, 2024

Khergam news : ખેરગામ ખાતે પોલીસ જવાનોની શ્રીરામનવમી તહેવાર સંદર્ભે ફ્લેગમાર્ચ યોજાઈ.

Image
                              Khergam news : ખેરગામ ખાતે પોલીસ જવાનોની શ્રીરામનવમી તહેવાર સંદર્ભે  ફ્લેગમાર્ચ યોજાઈ. તારીખ : ૧૬-૦૪-૨૦૨૪નાં દિને નવસારી જીલ્લાના ખેરગામ પોલીસ વિસ્તારમાં શ્રીરામનવમી તહેવાર સંદર્ભે શોભાયાત્રા રૂટ પર ફ્લેગમાર્ચ કરવામાં આવ્યું. નવસારી જીલ્લાના ખેરગામ પોલીસ વિસ્તારમાં શ્રીરામનવમી તહેવાર સંદર્ભે શોભાયાત્રા રૂટ પર ફ્લેગમાર્ચ કરવામાં આવેલ  @GujaratPolice   @ADGP_Surat   pic.twitter.com/T0ImXnwK6a — SP NAVSARI (@SP_Navsari)  April 16, 2024

ખેરગામનામિલનપટેલે પોલીસ સબ ઇન્સ્પેક્ટર બની માતાનું સ્વપ્ન પૂર્ણ કર્યું.

Image
    ખેરગામનામિલનપટેલે પોલીસ સબ ઇન્સ્પેક્ટર બની માતાનું સ્વપ્ન પૂર્ણ કર્યું.

Khergam news : ખેરગામ શામળા ફળિયા પ્રાથમિક શાળા ખાતે ધોરણ -8 નો વિદાય સન્માન સમારંભ યોજાયો.

Image
                                                   Khergam news : ખેરગામ શામળા ફળિયા પ્રાથમિક શાળા ખાતે ધોરણ -8 નો વિદાય સન્માન સમારંભ યોજાયો. તારીખ:૧૨-૦૪-૨૦૨૪ નાં દિને ખેરગામ શામળા ફળિયા પ્રાથમિક શાળા ખાતે ધોરણ -8 નો વિદાય સન્માન સમારંભ યોજાયો હતો. જેમાં શાળાનાં બાળકો, શિક્ષકો અને ધોરણ -૮ નાં બાળકો સહિત ઉપસ્થિત રહ્યા હતાં. કેટલાક બાળકો ધોરણ ૧માં અને ધોરણ -૬ માં દાખલ  થઈ ધોરણ ૮ સુધી આ શાળામાં અભ્યાસ પૂર્ણ કર્યો હતો. આ બાળકોની યાદો આ શાળા સાથે જોડાયેલા રહેશે.કાર્યક્રમ ના અંતે ધોરણ 7 ની બાળાઓ દ્વારા વિદાય ગીત રજૂ કરવામાં આવ્યું.       ત્યારબાદ ધોરણ 8 ની બાળાઓએ પોતાના સંસ્મરણો પોતાની મૌલિક શૈલીમાં રજૂ કરી સંપૂર્ણ વાતાવરણ ભાવુક બનાવ્યું જે શાળા પરિવારની એકબીજા સાથેની આત્મીયતા દર્શાવે છે. પ્રથમ ધોરણ -૮ નાં વર્ગ શિક્ષક શ્રીમતી પ્રિયંકા દેસાઈએ તમામ બાળકો ભવિષ્યમાં ભણીગણીને આગળ વધે તેવા પ્રોત્સાહક પ્રવચન કર્યું હતું. જ્યારે વૈશાલીબેન પટેલ ભાવુક થઈ...

Navsari news : નવસારી રેલ્વે સ્ટેશન અને જિલ્લા પંચાયત નવસારી ખાતે રંગોળી દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

Image
                                                   Navsari news : નવસારી રેલ્વે સ્ટેશન અને જિલ્લા પંચાયત નવસારી ખાતે રંગોળી દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો. અવસર લોકશાહીનો ચાલો મતદાન કરીએ"      તારીખ : ૦૯-૦૪-૨૦૨૪નાં દિને આગામી લોકસભા સામાન્ય ચુંટણી અંતર્ગત રેલવે સ્ટેશન નવસારી અને જિલ્લા પંચાયત નવસારી ખાતે રંગોળી બનાવી મતદારોને મતદાન કરવા જાગૃત કરવામાં આવ્યા. #Loksabhaelection #Election2024  #ElectionAwareness#IVote4Sure  #VotingRights Image & video courtesy: collector & DM NAVSARI Twitter 

Khergam news: વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં ધોરણ 8નો વિદાય સન્માન સમારંભ યોજાયો.

Image
             Khergam news: વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં ધોરણ 8નો વિદાય સન્માન સમારંભ યોજાયો. તારીખ : ૦૫-૦૪-૨૦૨૪નાં દિને વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં ધોરણ 8 નો વિદાય સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું જેમાં દરેક શિક્ષકમિત્રો એ ધોરણ 8 ના બાળકો ને આશીર્વચન આપ્યા તેમજ ધોરણ 8 દીકરી ઊર્જા પટેલ અને માનસી પટેલે ધોરણ 1થી 8 સુધી ના અભ્યાસ કરેલ તેનો પ્રતિભાવ આપ્યો હતો. તેમજ ધોરણ 8 માં વર્ગ શિક્ષક શ્રી ધર્મેશ પટેલ અને ગોવિંદભાઈ પટેલ બાળકોને ફૂલ અને પેન આપી સન્માન કર્યું હતું.તેમજ આ ધોરણ 8 બાળકો તરફથી સ્પીચ ટેબલ સપ્રેમ ભેટ આપવામાં આવ્યું હતું.અંતે શાળાના મુખ્ય શિક્ષક કિરીટભાઈ એ બાળકો આગળ અભ્યાસ કરી પોતાના જીવન પ્રગતિના પંથે આગળ વધે એ માટે શુભ કામના પાઠવી હતી અને સમગ્ર શાળા પરિવારનો આભાર માન્યો હતો....અંતે શાળાના તમામ બાળકોને નાસ્તો આપવામાં આવ્યો હતો.

Khergam news : માતા-પિતાનું છત્ર ગુમાવનાર ખેરગામનો યુવાન પરિશ્રમ કરી પીએસઆઇ બન્યો.

Image
    Khergam news : માતા-પિતાનું છત્ર ગુમાવનાર ખેરગામનો યુવાન પરિશ્રમ કરી પીએસઆઇ બન્યો. પરિશ્રમરૂપી પારસમણિના સ્પર્શ વડે જ સિદ્ધિરૂપી સોનું પ્રાપ્ત થઈ શકે છે. આપણે સૌ જીવનમાં સફળ થવા માટે અથાગ પ્રયત્નો કરતાં હોઈએ છીએ. સફળતા સુધી પહોંચવા માટેનો માર્ગ સીધો અને સરળ નથી હોતો. આ માર્ગ પર આપણને અનેક અવરોધો નડે છે. સફળતા પામતાં પહેલાં નિષ્ફળતાના ઘણા કડવા ઘૂંટડા પણ પીવા પડે છે તેમજ ખૂબ જ પરિશ્રમ કરવો પડે છે. આજના આ સ્પર્ધાત્મક યુગમાં પરિશ્રમ જ આપણા માટે સફળતાની એક સીડી છે. મહેનતના ફળ મીઠા લાગે છે. મહેનત કર્યા વિના કોઈ પણ સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. એટલે જ કોઈ કવિએ કહ્યું છે કે, ‘ઉદ્યમીઓ ધૂળમાંથી સોનું શોધી જાય છે.’ સફળતા અથવા સિદ્ધિ સુધી પહોંચવા માટે કોઈ ટૂંકો માર્ગ હોતો નથી. જો કોઈ આવો માર્ગ અપનાવે તો એને સિદ્ધિ મળવાની શક્યતા જ નથી. પરીક્ષામાં સારા ગુણ મેળવવા માટે કે ધંધામાં સારી પ્રગતિ કરવા માટે આપણે સખત પરિશ્રમ કરવો જ પડે. પરિશ્રમ એ જ પારસમણિ છે. એટલે સિદ્ધિ મેળવવા ઈચ્છતા હોઈએ તો કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. સાચી દિશામાં કરેલો પરિશ્રમ ક્યારેય નિષ્ફળ જતો નથી. વહેલું કે મોડું તેનું સુખદ...

Valsad news : વલસાડમાં SVEEP અંતર્ગત મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

Image
        Valsad news : વલસાડમાં SVEEP અંતર્ગત મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો. ગત લોકસભાની ચૂંટણી ૨૦૧૯માં જે મતદાન મથકો પર ૫૦ ટકા કરતા ઓછુ મતદાન થયુ હોય એવા મતદાન મથકો પર ટર્ન આઉટ ઈમ્પલીમેન્ટેશન પ્લાન અંતર્ગત વલસાડ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને SVEEP નોડલ અધિકારી -વ- જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના માર્ગદર્શન હેઠળ ગુરૂવારે વલસાડના વાઘદરડા ગામની પ્રાથમિક શાળામાં મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.  ૫૦% કરતા ઓછું મતદાન ધરાવતા મતદાન મથકો ફલધરા- ૪ અને વેલવાચ-૧ માં આગામી લોકસભાની ચૂંટણીમાં વધુ મતદાન થાય  એ માટે મતદાન માટેની જાગૃતિ લાવવા માટે તા. ૦૪/૦૪/૨૦૨૪ ના રોજ ગુરૂવારે વાઘદરડા પ્રાથમિક શાળામાં મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. અર્જુનભાઈ પટેલ, બી.આર.સી. કૉ. તથા તાલુકા SVEEP નોડલ અધિકારી  મિતેશભાઈ પટેલ અને જિલ્લા એમ.આઈ.એસ. અંકુરભાઈએ ઉપસ્થિત રહી ફલધરા અને વેલવાચ ગામમાંથી ઉપસ્થિત રહેલા ૧૪૦ જેટલા મતદાર ભાઈઓ, બહેનો, વડીલોને વધુમાં વધુ મતદાન કરાવવા માટે ગામના મતદારો તા. ૭ મી મે ના રોજ મતદાન મથકે જાય એ અ...

Khergam news : તોરણવેરામાં રક્તદાન અને સર્વરોગ નિદાન સારવાર કેમ્પ યોજાયો.

Image
         Khergam news : તોરણવેરામાં રક્તદાન અને સર્વરોગ નિદાન સારવાર કેમ્પ યોજાયો. ખેરગામ તાલુકાના તોરણવેરા ગામમાં ધરમપુરની શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ અને રીસર્ચ સેન્ટરનાં સહયોગથી ચિ.હેતાંશ ભાવેશ વાઢુંનાં પહેલાં જન્મદિન નિમિતે સોમવારે પહેલી એપ્રિલનાં રોજ રક્તદાન શિબિર અને મફ્ત સર્વ રોગ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો હતો. રક્તદાન શિબિરમાં તોરણવેરા ગ્રામ પંચાયતના સરપંચ સુનીલભાઈ દભાડીયા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તોરણવેરાના મેડીકલ ઓફીસર ડૉ.પૂજા પટેલે રક્તદાન કરીને શિબિરની શરૂઆત કરી હતી. રક્તદાન શિબિરમાં ૧૭ દાતાઓએ રક્તદાન કર્યું હતું. મફ્ત સર્વ રોગ નિદાન સારવાર શિબિરમાં ૧૩૯ દર્દીઓએ આંખની તપાસ અને તે પૈકી ૧૧૨ વ્યક્તિઓને મફ્ત ચશ્મા વિતરણનો લાભ લીધો હતો.૧૩૭ જનરલ ચેકઅપ નિદાન અને દવા વિતરણ, ૩૬ દર્દીઓને દાંતની સારવાર અને દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું. મોટાભાગની વ્યક્તિઓએ આંખ,ની તપાસ અને જનરલ ચેક અપ નો લાભ લીધો હતો.આ પ્રસંગે ગામ અને સમાજના અગેવાનોએ હાજર રહી સેવાને બિરદાવી હતી.