Posts

Showing posts from August, 2024

Science fair Keliya School,Vansda: વાંસદા તાલુકાના કેલિયા પ્રા.શાળામાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું.

Image
Science fair Keliya School,Vansda: વાંસદા તાલુકાના કેલિયા પ્રા.શાળામાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું. બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કેલિયા પ્રાથમિક શાળા ખાતે વાંસદા-ચીખલીના ધારાસભ્ય આનંદ પટેલની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યું હતું જેમાં ૮૪ જેટલી કૃતિઓ પ્રદર્શન માટે મૂકવામાં આવી હતી અને કેલિયા પ્રાથમિક શાળાના નવનિર્મિત મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ૨૦૨૪ "ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને વાંસદા તાલુકાની પ્રાથમિક શાળાઓના બાળ વૈજ્ઞાનિકો દ્વારા કેલિયા પ્રાથમિક શાળામાં નવનિર્મિત મકાનનું લોકાર્પણ વાંસદા વિધાનસભાનાં માનનીય ધારાસભ્યશ્રી અનંત પટેલ અને તાલુકા પંચાયત પ્રમુખશ્રી દીપ્તિબેન પટેલની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યું હતું. જેમાં જુદી જુદી પ્રાથમિક શાળાના બાળકોએ 84 જેટલી કૃતિઓ પ્રદર્શન માટે મૂકવામાં આવી હતી.  અધ્યક્ષપદેથી ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે શાળાના ઉત્સાહિત શિક્ષકો દ્વારા દર વર્ષે વૈજ્ઞાનિક પ્રદર્શન રાખવામાં આવે છે અને વિદ્યાર્થીઓ પણ ઉત્સાહથી કૃતિઓ તૈયાર કરે છે આ પ્રસંગે પ્રાંત અધિકારી પટેલ સાહેબે જણાવ્યું હતું કે ખૂબ સરસ આયોજન કર...

ગણદેવી તાલુકાના અમલસાડ સરી સ્ટેશન કન્યા શાળા -૧ નું શાળા કક્ષાનું વિજ્ઞાન પ્રદર્શન- 2024/25 યોજાયું.

Image
 ગણદેવી તાલુકાના અમલસાડ સરી સ્ટેશન કન્યા શાળા -૧ નું શાળા કક્ષાનું વિજ્ઞાન પ્રદર્શન- 2024/25 યોજાયું. શાળા કક્ષાનું ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન-૨૦૨૪/૨૫ શાળાના સભાખંડમાં તાલુકા પંચાયત ગણદેવીના પ્રમુખશ્રી માન.પ્રશાંતભાઈ શાહના અધ્યક્ષ સ્થાને યોજાયું,  જેમાં અતિથી વિશેષ ગણદેવી બીઆરસી કો-ઓ. શ્રીમતી સોનલબેન કનેરીયા, ગણદેવી પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી કલ્પેશભાઈ ટંડેલ, અમલસાડ ગામના સરપંચશ્રી નિલેશભાઈ નાયક, ઉપસ્થિત રહ્યા. એસએમસી અધ્યક્ષ શ્રી મોહનભાઇ પટેલ તેમજ સમગ્ર એસએમસી સભ્યોના સહકાર અને પ્રચાર પ્રસારથી મોટી સંખ્યામાં વાલીઓ પ્રદર્શન નિહાળવા ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમની શરૂઆત ગણેશ વંદનાથી થઈ . મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું.  ધોરણ ૬ થી ૮ની કુલ ૩૬ કૃતિ અને ધોરણ ૩ થી ૫ની ૩૫ મળી કુલ ૭૧ કૃતિઓ પ્રદર્શન માટે મૂકવામાં આવી. તમામ બાળકોએ પોતાની જિજ્ઞાસા વૃતિથી અને વાલીઓની મદદથી પોતાનો પ્રોજેકટ તૈયાર કર્યો હતો. સમગ્ર માર્ગદર્શન વિજ્ઞાન શિક્ષકશ્રી સંજયભાઈ અને બી.એડના તાલીમાર્થી ફોરમબેન વશી દ્વારા આપવામાં આવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓએ પોતાની સૂઝ-બૂઝનો ઉપયોગ કરીને વાલી...

Navsari|chikhli |Gandevi: ગણેશ મંડળના આયોજકો સાથે ચીખલી ડીવીઝન નાયબ પોલીસ અધિક્ષકશ્રી, ચીફ ઓફિસર ગણદેવી, નગરપાલિકા તથા ગણદેવી જીઇબીના અધિકારીઓ સાથે બેઠક યોજાઇ.

Image
 Navsari|chikhli |Gandevi: ગણેશ મંડળના આયોજકો સાથે ચીખલી ડીવીઝન નાયબ પોલીસ અધિક્ષકશ્રી, ચીફ ઓફિસર ગણદેવી, નગરપાલિકા તથા ગણદેવી જીઇબીના અધિકારીઓ સાથે બેઠક યોજાઇ. આગામી ગણેશ ઉત્સવ -2024 અન્વયે ગણેશ મંડળના આયોજકો સાથે ચીખલી ડીવીઝન નાયબ પોલીસ અધિક્ષકશ્રી, ચીફ ઓફિસર ગણદેવી, નગરપાલિકા તથા ગણદેવી જીઇબીના અધિકારીઓ સાથે તકેદારીના ભાગરૂપે મિટીંગનુ આયોજન કરવામાં આવેલ.  આગામી ગણેશ ઉત્સવ -2024 અન્વયે ગણેશ મંડળના આયોજકો સાથે ચીખલી ડીવીઝન નાયબ પોલીસ અધિક્ષકશ્રી, ચીફ ઓફિસર ગણદેવી, નગરપાલિકા તથા ગણદેવી જીઇબીના અધિકારીઓ સાથે તકેદારીના ભાગરૂપે મિટીંગનુ આયોજન કરવામાં આવેલ.  @dgpgujarat   @GujaratPolice   @ADGP_Surat   pic.twitter.com/2nq7FrSYTY — SP NAVSARI (@SP_Navsari)  August 23, 2024

કાવેરી , અંબિકા તથા પૂર્ણા નદીની જળસપાટી વધતાં નવસારી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારના નાગરિકોને સાવચેતી સાથે શેલ્ટર હોમ ખાતે સ્થાળાંતર કરી તેમના માટે રહેવા તથા જમવાની વ્યવસ્થા કરવામાં આવી.

Image
  કાવેરી , અંબિકા તથા પૂર્ણા નદીની જળસપાટી વધતાં નવસારી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારના નાગરિકોને સાવચેતી સાથે શેલ્ટર હોમ ખાતે સ્થાળાંતર કરી તેમના માટે રહેવા તથા જમવાની વ્યવસ્થા કરવામાં આવી. કાવેરી , અંબિકા તથા પૂર્ણા નદીની જળસપાટી વધતાં નવસારી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારના નાગરિકોને સાવચેતી સાથે શેલ્ટર હોમ ખાતે સ્થાળાંતર કરી તેમના માટે રહેવા તથા જમવાની વ્યવસ્થા કરવામાં આવી. @CMOGuj   @revenuegujarat   @InfoNavsariGoG   pic.twitter.com/zWAWgZenNm — Collector & DM Navsari (@CollectorNav)  August 25, 2024

ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ દ્વારા ખેરગામ તાલુકાનાં પૂર અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત

Image
ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ દ્વારા ખેરગામ તાલુકાનાં પૂર અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત   ખેરગામ તાલુકામાં પણ પૂરના પાણી લોકોના ઘરમાં ભરાઈ જતાં અધિકારીઓ સાથે પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈ રાહત કામગીરી અંગે અધિકારીઓ અને સંગઠનના હોદ્દેદારોને ત્વરિત પગલાં ભરવા માટે સૂચન કર્યા. ખેરગામ તાલુકામાં પણ પૂર ના પાણી લોકોના ઘર માં ભરાઈ જતાં અધિકારીઓ સાથે પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈ રાહત કામગીરી અંગે... Posted by  Naresh Patel  on  Sunday, August 25, 2024

Valsad,Navsari,Dang News paper updates :Valsad, Vapi, Kaprada,Umargam, Dharampur,Pardi, Nana Pondha, Mota Pondha,Navsari, Jalalpor, Gandevi, chikhli, Khergam, vansda,Dang, Ahwa, Vaghai, Subir, Saputara.

Image
Valsad,Navsari,Dang News paper updates :Valsad, Vapi, Kaprada,Umargam, Dharampur,Pardi, Nana Pondha, Mota Pondha,Navsari, Jalalpor, Gandevi, chikhli, Khergam, vansda,Dang, Ahwa, Vaghai, Subir, Saputara. Post courtesy: Divya Bhaskar news(VAPI ) 21-08-2024

Khergam|Toranvera school: ખેરગામ તાલુકાના તોરણવેરા પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાનો સ્વાતંત્ર્ય દિન ઉજવાયો.

Image
 Khergam|Toranvera school: ખેરગામ તાલુકાના તોરણવેરા પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાનો સ્વાતંત્ર્ય દિન ઉજવાયો. ખેરગામ તાલુકાના તોરણવેરા પ્રાથમિક શાળા ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે તાલુકા કક્ષાનો સ્વાતંત્ર્ય દિન ઉજવાયો હતો. માનનીય પ્રાંત અધિકારી અને સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ સાહેબશ્રી, વાંસદા  દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. ખેરગામ તાલુકાના પોલીસ જવાનો દ્વારા પરેડ યોજાઈ હતી તેમજ તાલુકાની વિવિધ શાળાઓમાંથી બાળકો દ્વારા દેશભક્તિ આધારિત તૈયાર કરાયેલ કૃતિઓમાં દેશભક્તિ ગીત તોરણવેરા પ્રાથમિક શાળા, આદિવાસી નૃત્ય આશ્રમ શાળા તોરણવેરા, લોકનૃત્ય દેશમુખ ફળિયા પ્રાથમિક શાળા કાકડવેરી, ગરબો જામનપાડા પ્રાથમિક શાળા, પિરામિડ ડાન્સ ગીતા મંદિર હાઈસ્કુલ પાટી અને બામ્બુ ડાન્સ સરકારી વિનયન, વાણિજ્ય અને સાયન્સ કોલેજ ખેરગામના વિદ્યાર્થી દ્વારા સુંદર મજાની કૃતિઓ રજૂ થઈ હતી. ત્યારબાદ, ખેરગામ તાલુકામાં રમતગમત ક્ષેત્રે તાલુકા જિલ્લાનું નામ રોશન કરનાર  ખેલાડીઓ બાબુભાઈ પટેલ અને મણીલાલ પટેલનું પ્રશસ્તિ પત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આજ શાળાના શિક્ષકશ્રી રાહુલભાઈ રાજકુંવરનું શૈક્ષણિક ક્ષેત્રે ...