Posts

DANG BRC KALA UTSAV NEWS : ડાંગ જિલ્લાનાં આહવા તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો:

Image
 DANG BRC KALA UTSAV  NEWS : ડાંગ જિલ્લાનાં આહવા તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો: (ડાંગ માહિતી બ્યૂરો): આહવા: તા: ૨૪: જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-વઘઇ સંચાલિત અને બી.આર.સી દ્વારા આયોજીત "ગરવી ગુજરાત" થીમ આધારીત તાલુકા કક્ષાનો કલા ઉત્સવ તારીખ ૨૦મી સપ્ટેમ્બરના રોજ ઉજવાયો હતો.  જેમાં બાળ કવિ સ્પર્ધા, સંગીત ગાયન સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને સંગીત વાદન સ્પર્ધા જેવી સ્પર્ધાઓ યોજવામા આવી હતી. આ દરેક સ્પર્ધામા તાલુકાના અલગ-અલગ ૧૬ કલસ્ટર પૈકી અલગ અલગ શાળામાંથી કુલ ૬૪ કલાપ્રેમી બાળકોએ ભાગ લીધો હતો.  કલા (આર્ટ) એટલે કાંઇક નવું કરવુ, કલામા બાળક પોતાની અભિવ્યકિત પ્રસ્તુત કરે છે. કલાઓમા શ્રેષ્ઠ કલા ચિત્ર કલા છે. કલા બાળકના વ્યક્તિત્વ વિકાસમા એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. એક બાળકમા કલાના પરિચયના કારણે બૌધ્ધિક ક્ષમતા સ્તર વધે છે. સર્જનાત્મકતામા વધારો થાય છે. આત્મવિશ્વાસ વધે છે. જે બાળકોમા ભણતર સિવાયની જે બીજી કલાઓ રહેલી છે તેને પ્રેરણા મળે છે, તથા તેઓ તેમને ગમતા ક્ષેત્રમા આગળ વધે છે. આ આહવા ખાતે યોજાયેલ કલા ઉત્સવનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ વચ્ચે સ્પર્

વલસાડની દિકરી ૧૪મી સિનિયર નેશનલ હોકી ચેમ્પિયનશીપ સ્પર્ધા માટે ગુજરાતની ટીમમાં પસંદગી પામી.

Image
            વલસાડની દિકરી ૧૪મી સિનિયર નેશનલ હોકી ચેમ્પિયનશીપ સ્પર્ધા માટે ગુજરાતની ટીમમાં પસંદગી પામી.  વલસાડની શાહ એન.એચ.કોમર્સ કોલેજમાં ટી.વાય.બી.કોમ.માં અભ્યાસ કરતી કુ.નેહા નિશાદ ગુજરાત રાજ્યની હોકી સિલેકશન ટ્રાયલમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી પુને મહારાષ્ટ્ર મુકામે યોજાનાર ૧૪મી સિનિયર નેશનલ હોકી ચેમ્પિયનશીપ સ્પર્ધા માટે ગુજરાતની ટીમમાં પસંદગી પામી.

Rumla : ધારાસભ્ય નરેશભાઈ પટેલ દ્વારા ધોરણ -૧૦ અને ધોરણ -૧૨નાં વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી.

Image
             Rumla : ધારાસભ્ય નરેશભાઈ પટેલ દ્વારા ધોરણ -૧૦ અને ધોરણ -૧૨નાં વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી. તારીખ ૧૧-૦૩-૨૦૨૪નાં દિને માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડની પરીક્ષા દરમ્યાન પરીક્ષા કેન્દ્ર જાગૃતિ વિદ્યાલય રૂમલા ખાતે ચિખલી અને ખેરગામ વિસ્તારની વિવિધ શાળાઓના ૪૫૦થી વધુ  વિદ્યાર્થીઓને ગણદેવીના ધારાસભ્ય નરેશભાઈ પટેલ પોતે પરીક્ષા સ્થળ પર ઉપસ્થિત રહી હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. 

સ્પે. ખેલ મહાકુંભમાં પીપલખેડ ક્લસ્ટરના સીઆરસી ગાયકવાડ બે રમતમાં પ્રથમ.

Image
          સ્પે. ખેલ મહાકુંભમાં પીપલખેડ ક્લસ્ટરના સીઆરસી ગાયકવાડ બે રમતમાં પ્રથમ. નવસારી જિલ્લાનો સ્પેશ્યલ ખેલ મહાકુંભ અંધજન મંડળ દ્વારા જલાલપોર સરદાર પટેલ વિદ્યાલયમમાં યોજાયો હતો. જેમાં પીપલખેડ ક્લસ્ટરના સીઆરસી ચંદ્રકાંતભાઈ બી. ગાયકવાડએ ચક્ર ફેંક અન ગોળા ફેંકમાં ભાગ લઇ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો. હવે તે રાજ્ય કક્ષાએ રમવા જશે જેમને ડીપીઈઓ, સાહેબ નાયબ ડીપીઇઓ તેમજ વાંસદા બીઆરસી વાંસદા તાલુકાના પ્રાથમિક શિક્ષકો તેમજ ક્લસ્ટરની તમામ શાળાના શિક્ષકોએ શુભેચ્છાઓ પાઠવી હતી. 

Khergam : ખેરગામ પ્રા.શિ.સંઘનાં પૂર્વ પ્રમુખશ્રીનાં પરિવારના તરફથી કુમાર શાળા ખેરગામને સરસ્વતી માતાની આરસની મૂર્તિ ભેટ ધરાઇ.

Image
     Khergam : ખેરગામ પ્રા.શિ.સંઘનાં પૂર્વ પ્રમુખશ્રીનાં પરિવારના તરફથી કુમાર શાળા ખેરગામને સરસ્વતી માતાની આરસની મૂર્તિ ભેટ ધરાઇ. તારીખ : ૧૧-૦૩-૨૦૨૪નાં દિને ખેરગામ કુમાર શાળામાં  શિક્ષક સંઘનાં પૂર્વ પ્રમુખશ્રી ફતેહસિંહ સોલંકીના પરિવાર તરફથી સરસ્વતી માતાની ₹ ૨૫,૦૦૦ રૂપિયા કિંમતની આરસની મૂર્તિ ભેટ સ્વરૂપે આપવામાં આવી.   સૌ પ્રથમ શાળા પરિવારે તેમના પરિવારનું પુષ્પગુચ્છથી ભાવભીનું સ્વાગત કર્યું હતું. મૂર્તિ સ્થાપનાની પૂજા વિધિ ખેરગામ કેન્દ્રના પૂર્વ સી. આર.સી. જીવણભાઈ પટેલ અને તેમના ધર્મપત્ની શ્રીમતી જશુબેન પટેલના હસ્તે કરવામાં આવી હતી. ફતેહસિંહ સોલંકી અને તેમનો પરિવાર પહેલેથી જ "સેવા પરમો ધર્મમાં" માનનારો પરિવાર છે. તેઓ શિક્ષક સંઘનાં પ્રમુખશ્રીનાં હોદ્દા દરમ્યાન પણ શિક્ષકોના હિતમાં ઘણાં કાર્યો કર્યા હતા. તેમજ તાલુકાના શૈક્ષણિક કાર્યક્રમોમાં તેમણે તનમન અને ધનથી યોગદાન આપ્યું હતું. હાલ તેઓ સેવા નિવૃત્ત થયેલ હોવા છતાં તેમની દાન  પ્રવૃતિ ચાલુ જ છે.  તેમણે કુમાર શાળા ખાતે શિક્ષણની દેવી "સરસ્વતી માતાની" મૂર્તિ ભેટ ધરી  શિક્ષક તરીકેનું ઋણ અદા કર્યું. આ કાર્યક્રમમાં નિવૃત્ત સી

Khergam: ખેરગામ તાલુકાના વાવ ગામે ખેરગામ તાલુકા પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ.

Image
        Khergam: ખેરગામ તાલુકાના વાવ ગામે ખેરગામ તાલુકા પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ. તારીખ : ૧૦-૦૩-૨૦૨૪નાં દિને ખેરગામ તાલુકાના વાવ ગામે ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ખેરગામ તાલુકા પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી. જેમાં ફાઈનલ ચેમ્પિયન યુએસ રાઇડર્સ  અને  રનર્સ અપ આરવી ઈલેવન વિજેતા થઈ હતી.         Pratik Patel venfaliya khergam

Khergam : ખેરગામ તાલુકાના નાંધઈ મંદિર ખાતે શિવરાત્રિનો ત્રિદિવસીય મેળો ભરાયો.

Image
         Khergam : ખેરગામ તાલુકાના નાંધઈ મંદિર ખાતે શિવરાત્રિનો ત્રિદિવસીય મેળો ભરાયો. તારીખ :૦૮મી માર્ચ ૨૦૨૪થી ૧૦મી માર્ચ ૨૦૨૪ દરમ્યાન ખેરગામ તાલુકાના નાંધઈ મંદિર ખાતે શિવરાત્રિનો ત્રિદિવસીય મેળો ભરાયો હતો.નાંધઈ ખાતે મંદિર ટ્રસ્ટ દ્વારા ત્રિદિવસીય ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું   ઔરંગા નદીના તટે આવેલા નાંધઈના પૌરાણીક ગુપ્તેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તોએ મહાદેવનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ મેળામાં ત્રણ દિવસ મોટી સંખ્યામાં લોકો ઉમટ્યાં હતાં. આ મેળામાં નાની મોટી રાઇડસ્ જોવા મળી હતી. તેમજ નાના નાના છૂટક વેચાણ કરતા ફેરિયાઓથી લઈને મીઠાઈ, કપડાં, ઠંડા પીણાઓ, કટલરી, ઘરવખરીનો સામાન, રમકડાંની દુકાનો પર ભીડ જોવા મળી હતી.  મેળા જવા માટે  બીલીમોરા, વલસાડ અને ધરમપુર દ્વારા વધારાની બસોની ફાળવણી પણ કરવામાં આવી હતી. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ખેરગામ પોલીસ દ્વારા મોટો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

મહાનાયિકાઃ સાવિત્રીબાઈ ફૂલે (1831-1897)

Image
    મહાનાયિકાઃ સાવિત્રીબાઈ ફૂલે (1831-1897) મરાઠીના આદ્ય કવયિત્રી ફૂલેનો આજે જન્મદિવસ છે. મહારાષ્ટ્રના નયગાવમાં જન્મેલાં સાવિત્રીબાઈના 9 વર્ષની વયે ભાવિ સુધારક જોતિબા ફૂલે સાથે લગ્ન થયાં હતાં. લગ્ન પછી જોતિબાએ તેમને ભણાવ્યાં એટલું જ નહિ 1848માં પોતે સ્થાપેલી શાળામાં શિક્ષિકા તરીકે પણ નિયુક્ત કર્યાં. ઘરથી શાળાએ જતાં તેમના પર રૂઢિચુસ્તો છાણ-મળ- મૂત્ર વગેરે ફેંકતા ત્યારે તેઓ બે સાડીઓ રાખતા જેથી એક સાડી ખરાબ થાય શાળાએ જઈ બીજી પહેરી શકાય. પતિના સધિયારામાં બાળલગ્ન, વિધવાઓની કફોડી સ્થિતિ, વિધવા વિવાહની મનાઈ, અસ્પૃશ્યતા વગેરે સામાજિક દૂષણો વિરુદ્ધ અવાજ બુલંદ કર્યો. વિધવાઓએ  માથું મૂંડાવવું જેવી કુરીતિઓ વિરુદ્ધ તો  તેઓએ આંદોલન કર્યું હતું. શિક્ષણ પ્રત્યે સાવિત્રીબાઈને વિશેષ લગાવ હતો. દેશનું પહેલું બાલિકા વિદ્યાલય શરૂ કરવા સાથે બાલિકાઓ માટે 18 જેટલા વિદ્યાલયો પણ ખોલ્યા હતા. કવિયત્રી સાવિત્રીબાઈએ કાવ્ય ફૂલે બાવનકશી સુબોધરત્નાકર જેવા કાવ્ય સંગ્રહો રચ્યા હતા. પુનાની યુનિવર્સિટીને સાવિત્રીબાઈ ફૂલે યુનિ.નામ અને તો ટપાલટિકિટ દ્વારા તેમનું સન્માન થયું  છે. 1897ના વર્ષે એ જમાનામાં અસાધ્ય ગણાતા પ્લેગના ર