Posts

DANG BRC KALA UTSAV NEWS : ડાંગ જિલ્લાનાં આહવા તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો:

Image
 DANG BRC KALA UTSAV  NEWS : ડાંગ જિલ્લાનાં આહવા તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો: (ડાંગ માહિતી બ્યૂરો): આહવા: તા: ૨૪: જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-વઘઇ સંચાલિત અને બી.આર.સી દ્વારા આયોજીત "ગરવી ગુજરાત" થીમ આધારીત તાલુકા કક્ષાનો કલા ઉત્સવ તારીખ ૨૦મી સપ્ટેમ્બરના રોજ ઉજવાયો હતો.  જેમાં બાળ કવિ સ્પર્ધા, સંગીત ગાયન સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને સંગીત વાદન સ્પર્ધા જેવી સ્પર્ધાઓ યોજવામા આવી હતી. આ દરેક સ્પર્ધામા તાલુકાના અલગ-અલગ ૧૬ કલસ્ટર પૈકી અલગ અલગ શાળામાંથી કુલ ૬૪ કલાપ્રેમી બાળકોએ ભાગ લીધો હતો.  કલા (આર્ટ) એટલે કાંઇક નવું કરવુ, કલામા બાળક પોતાની અભિવ્યકિત પ્રસ્તુત કરે છે. કલાઓમા શ્રેષ્ઠ કલા ચિત્ર કલા છે. કલા બાળકના વ્યક્તિત્વ વિકાસમા એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. એક બાળકમા કલાના પરિચયના કારણે બૌધ્ધિક ક્ષમતા સ્તર વધે છે. સર્જનાત્મકતામા વધારો થાય છે. આત્મવિશ્વાસ વધે છે. જે બાળકોમા ભણતર સિવાયની જે બીજી કલાઓ રહેલી છે તેને પ્રેરણા મળે છે, તથા તેઓ તેમને ગમતા ક્ષેત્રમા આગળ વધે છે. આ આહવા ખાતે યોજાયેલ કલા ઉત્સવનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ વચ્ચે સ્પર્

Gandevi: સરીસ્ટેશન કન્યાશાળા નં-1 અમલસાડના શિક્ષિકાનો નિવૃત સન્માન સમારંભ યોજાયો.

Image
               Gandevi:   સરીસ્ટેશન કન્યાશાળા નં-1 અમલસાડના શિક્ષિકાનો નિવૃત સન્માન સમારંભ યોજાયો.  તારીખ ૨૯-૦૩-૨ ૦૨૪નાં દિને સરીસ્ટેશન કન્યાશાળા નં-1 અમલસાડના સિનિયર શિક્ષિકા શ્રી સંગીતાબેન મુકેશભાઈ પટેલના નિવૃત્ત સન્માન સમારંભ, ધોરણ -8ના વિધાર્થીઓનો વિદાય સમારંભ અને તા.પં.દ્વારા મળેલ સ્માર્ટ બોર્ડ, પ્રોજેક્ટરનુ ઉદ્ધાટન સમારંભ ત્રિવેણી કાર્યક્રમ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી કલ્પેશભાઈ ટંડેલની અધ્યક્ષતામાં યોજાયો. ગામના સરપંચશ્રી નિલેશભાઈ અને એસ.એમ.સી અધ્યક્ષ શ્રી મોહનભાઈ અને તમામ સભ્યો તેમજ વાલીઓ અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં શાળાના સભાખંડમાં યોજાયો.. ઉપસ્થિત મહેમાનો, કેન્દ્રમાંથી પધારેલ શિક્ષક મિત્રો અને પરિવારજનોની હાજરી સમારંભની શોભા વધારી હતી. ઘટક શિક્ષક સંધના મહામંત્રી સતીષભાઈ, ખજાનચી ભૂપેન્દ્રભાઇ  દેવધા શાળાના આચાર્યશ્રી હેમાંગભાઈ અને શાળાનો ભૂતપૂર્વ સ્ટાફ તમામ બહેનોની વિશેષ ઉપસ્થિત રહી હતી. શાળાનાં આચાર્ય શ્રી અજુવેન્દ્ર પટેલે સર્વે મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો હતો.

Navsari : છાપરા પ્રા. શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થિની અંજલિ કુશવાહા ઇન્ડિયન નેવીમાં પસંદગી.

Image
   Navsari : છાપરા પ્રા. શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થિની અંજલિ કુશવાહા ઇન્ડિયન નેવીમાં પસંદગી.  અંજલિ રમેશચંદ્ર કુશવાહાએ અશક્યને શક્ય કરી બતાવ્યું. તે અત્યંત ગરીબ પરિવારમાંથી આવતી તેણીએ ધોરણ-1 થી 8નો અભ્યાસ છાપરા પ્રાથમિક શાળામાં પૂર્ણ કર્યો હતો. છૂટક મજૂરી કરતા રમેશભાઈને અંજલી સાથે 5 દીકરી છે પણ છતાં દરેક દીકરીને વિકસવાની પૂરેપૂરી તક આ પિતાએ આપી છે. વર્ષ 2012-13થી છાપરા શાળામાં શરૂ થયેલા કરાટે ક્લાસીસમાં તે જોડાઈ હતી. તે ધોરણ 4માં અભ્યાસ કરતી હતી.  તેમણે પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યા પછી ધોરણ ૧૦ અને ૧૨ કોમર્સની પરીક્ષા આપીને B.Com. શરૂ કર્યું. કોલેજના પ્રથમ વર્ષ વખતે જ તેણીના વિવાહ થઈ ગયા હતાં, છતાંય આ દીકરીએ ભારત માતાની સેવા કરવા માટે પોતાની મહેનત ચાલુ રાખી અને Indian Navy CBT Entrance Test પાસ કરી.  NMMSના એક્સ્ટ્રા ક્લાસ અને કરાટે ક્લાસીસે આ સિદ્ધિ આપવામાં મોટો ભાગ ભજવ્યો હોવાનું તેણીએ એક ન્યૂઝ ચેનલને જણાવ્યું હતું. Navy Sailor તરીકે ભરતીમાં મહિલાઓ માટે ૬૦ વેકેન્સી હતી જેમાં તેમણે ઓલ ઇન્ડિયામાં ટોપ ૨૫માં સ્થાન મેળવ્યું. એન્ટ્રન્સ એક્ઝામ, અંગ્રેજીમાં લેખિત પરીક્ષા, ફિઝિકલ ટેસ્ટ (૧૬૦૦ મીટ

Khergam ખેરગામ વેણફળીયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ધૂળેટી પર્વ નિમિત્તે યુનિટી ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ.

Image
                Khergam ખેરગામ વેણફળીયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ધૂળેટી પર્વ નિમિત્તે યુનિટી ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ. તારીખ:૨૫-૦૩-૨૦૨૪નાં સોમવારના દિને ખેરગામ વેણફળીયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ધૂળેટી પર્વ ટાણે યુનિટી ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી.  જેમાં સમસ્ત વેણફળિયાનાં યુવાનોની કુલ છ ટીમોએ ભાગ લીધો હતો.જેમાં જોહાર ઈલેવન, નિકુંજ ઈલેવન, સંદિપ ઈલેવન, વિક્કી ઈલેવન, નહેર ઈલેવન, અને અજય ઈલેવનનો સમાવેશ થાય છે.   જેમાં વિક્કી ઈલેવન અને નહેર ઈલેવન વચ્ચે ફાઇનલ મુકાબલામાં વિક્કી ટીમ ચેમ્પિયન બની હતી જ્યારે નહેર ટીમ રનર્સ અપ બની હતી. જે ખેલાડીઓ ૧૬ વર્ષથી લઈને ૪૫ વર્ષ સુધીની વય ધરાવે છે. આ ટુર્નામેન્ટનું  આયોજન સતત સાત વર્ષથી થઈ રહ્યું છે. જે વેણ ફળિયાનાં યુવાઓની એકતા અને ભાઈચારાની મિશાલ રજૂ કરે છે.  આ કાર્યક્રમમાં યુવાનો દ્વારા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જે સતત સાત વર્ષથી કરવામાં આવે છે.  ટ્રોફીનું યોગદાન ઉજ્જવલ પટેલ તરફથી મળ્યું હતું.તેમજ મહાપ્રસાદ માટે આશિષ પટેલ, જયદીપ પટેલ, વિક્કી પટેલ, રણજીત પટેલ તરફથી  આ ટુર્નામેન્ટમાં યોગદાન આપ્યું હતું. આ સિવાય પણ નામી અનામી વ્યક્તિઓએ યોગદાન આપ્

Khergam: શામળા ફળિયા પ્રાથમિક શાળામાં ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી.

Image
                      Khergam: શામળા ફળિયા પ્રાથમિક શાળામાં ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી. તારીખ : ૨૩-૦૩-૨૦૨૪નાં શનિવારના દિને શામળા ફળિયા પ્રાથમિક શાળામાં ધૂળેટી પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. બાળકો ઘરેથી રંગો અને પિચકારી લાવ્યા હતા. જેઓ એકબીજા પર રંગો લગાવી આનંદ માણ્યો હતો. જેમાં  બાલવાટિકા અને ધોરણ ૨થી૮નાં બાળકોએ ભાગ લીધો હતો.તેમજ શિક્ષકો દ્વારા પણ બાળકોને રંગ લગાવી ધુળેટીની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. શામળા ફળિયા પ્રાથમિક શાળાનો દીકરો હેત્વિક પટેલ કે જે છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરે છે. ગઈ વર્ષે ઇલેક્ટ્રિક કરંટ લાગવાથી એક હાથ અને એક પગ ગુમાવ્યો હતો. જે આજના ધૂળેટી પર્વમાં ભાગ લઈ અમારી ખુશી ઓર વધારો કર્યો હતો. શાળાનાં બાળકો અને શિક્ષકો દ્વારા તેમનાં મુખે  રંગ લગાવી તેમને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. હેત્વિક પટેલ આ ધૂળેટી પર્વની ઉજવણીમાં  ભાગ લઈ તે આજે ઘણો ખુશ જોવા મળ્યો હતો.  શાળાનાં આચાર્યશ્રી પ્રજ્ઞાબેન પટેલે હોળી અને ધૂળેટીના પર્વની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.

Khergam: ખેરગામના પાટી પ્રાથમિક શાળા ખાતે MDM યોજના અંતર્ગત અવેરનેસ તાલીમ યોજાઈ.

Image
       Khergam: ખેરગામના પાટી પ્રાથમિક શાળા ખાતે MDM યોજના અંતર્ગત અવેરનેસ તાલીમ યોજાઈ. જિલ્લા પુરવઠા અધિકારીશ્રી નવસારીના અધ્યક્ષ સ્થાને તા.૧૫/૦૩/૨૦૨૪ ના રોજ યોજાયેલ સમીક્ષા બેઠકમાં મળેલ સુચના અનુસંધાને આ તાલીમ યોજાઈ હતી.  નવસારી જિલ્લાની તમામ સરકારી પ્રાથમિક શાળાના મુ.શુ.શ્રીઓને ફુડ હેન્ડલીંગ, હાઇજીન સંદર્ભે અવેરનેસ તાલીમ સંદર્ભે મદદનીશ કમીશનરશ્રી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, નવસારી મારફત  તાલીમ આપવામાં આવી હતી.જે તાલીમમાં  ખેરગામ તાલુકાના તમામ મુ.શિ.શ્રીઓન અને મધ્યાહન ભોજન સંચાલક ઉપસ્થિત રહ્યા હતા. તાલીમનું સંચાલન જિલ્લા ડ્રગ અને ફૂડ વિભાગમાંથી ગૌરાંગભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. અને તેમાં ખેરગામ નાયબ મામલતદાર તેજલબેન અને mdm વિભાગના મિતુલભાઈ પટેલ દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો. તાલીમમાં ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ પરમાર, ખેરગામ કેળવણી નિરીક્ષકશ્રી પ્રશાંતભાઈ પટેલ, ખેરગામ શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિવ્યેશભાઈ ચૌહાણ, મહામંત્રી કિરીટભાઈ પટેલ સહિત  52 શાળાનાં મુખ્ય શિક્ષકો જોડાયા હતા.

Khergam: ખેરગામ કુમાર શાળા ખાતે ખેરગામ તાલુકાની ૨૦ શાળાઓનાં ધોરણ ૬થી૮નાં શિક્ષકો માટે ફ્રેજ -૪ જ્ઞાનકુંજ તાલીમ યોજાઈ.

Image
                             Khergam: ખેરગામ કુમાર શાળા ખાતે ખેરગામ તાલુકાની ૨૦ શાળાઓનાં ધોરણ ૬થી૮નાં શિક્ષકો માટે  ફ્રેજ -૪ જ્ઞાનકુંજ તાલીમ યોજાઈ. તારીખ : ૧૯-૦૩-૨૦૨૪નાં દિને ખેરગામ કુમાર શાળા ખાતે ખેરગામ તાલુકાનાં શિક્ષકો માટે જ્ઞાનકુંજ તાલીમ યોજાઈ હતી. જેમાં ખેરગામ તાલુકાની ૨૦ શાળાઓનાં ધોરણ  ૬ થી ૮નાં ૬૮ શિક્ષક ભાઈ-બહેનોની ફ્રેઝ -૪ જ્ઞાનકુંજ તાલીમમાં જોડાયા હતા. ગુજરાત રાજ્યની સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના 30000 વર્ગખંડોમાં જ્ઞાનકુંજનું અમલીકરણ. થયેલ છે. ગુજરાત શાળા શિક્ષણ પરિષદ (GCSE) શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર વતી હાર્ડવેર ઓપરેટિંગ સોફ્ટવેર અને સિસ્ટમ્સની જાળવણી સહિતની તાલીમ શિક્ષકોને આપવામાં આવી રહી છે. જે અંતર્ગત માસ્ટર ટ્રેનર્સ દ્વારા ખેરગામ તાલુકાના શિક્ષકોને સ્માર્ટ બોર્ડની ઓપરેટિંગ સિસ્ટમ અને toolsની સમજ અને તેના વિવિધ મેનુઓની સમજ આપવામાં આવી હતી. વર્ગખંડમાં તેનો ઉપયોગ કરી શિક્ષણની ગુણવત્તામાં કેવી રીતે સુધારો કરવો, તે બાબતે નીચે આપેલ મુદ્દાઓ પર તાલીમ આપવામાં આવી હતી. જ્ઞાનકુંજ પરિચય જ્ઞાનકુંજ એ ટેક્નોલોજી ટૂલ્સની મદદથી વર્ગખંડની ક્રિયાપ્રતિક્રિયા અને શિક્ષણ-અધ્યયન પ્રક

Navsari: નવસારી જિલ્લાના શિક્ષકોની આંતર તાલુકા ક્રિકેટ ટુર્નામેન્ટ સંજય ફાર્મ ક્રિકેટ મેદાન, ચીખલી ખાતે યોજાઈ.

Image
                Navsari: નવસારી જિલ્લાના શિક્ષકોની આંતર તાલુકા ક્રિકેટ ટુર્નામેન્ટ સંજય ફાર્મ ક્રિકેટ મેદાન, ચીખલી ખાતે યોજાઈ. ભાઈઓની ફાઈનલ મેચમાં ચીખલી ટીમ ચેમ્પિયન. બહેનોની ફાઈનલ મેચમાં વાંસદા ટીમ ચેમ્પિયન. આ ટૂર્નામેંટમાં ભાઈઓ માટે ટેનીસ નીવ્યા હેવી અને બહેનો માટે સ્ક્વેર કટ લાઇટ બોલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તારીખ:- --16/03/2024 અને તા:17/03/2024ને શનિવાર અને રવિવારના રોજ સંજય ફાર્મ ક્રિકેટ મેદાન, ચીખલી ખાતે નવસારી જીલ્લાના 6 તાલુકાનાં ભાઈઓ અને બહેનોની આંતર તાલુકા ક્રિકેટ ટુર્નામેન્ટનું  આયોજન  કરવામાં આવ્યું હતું. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં છ તાલુકાની ભાઈઓની અને બહેનોની મળી એમ કુલ 12 ટીમેએ ભાગ લીધો હતો.દરેક તાલુકાની ભાઈઓની ટીમે પાંચ પાંચ લિંગ મેચ રમ્યા બાદ બે સેમિફાઇનલ અને ત્યારબાદ એક ફાઇનલ મેચ રમ્યા. જેમાં શિક્ષક ભાઈઓ ની ફાઇનલ મેચમાં ચીખલી તાલુકાની ટીમ ચેમ્પિયન બની અને રનર્સ અપ તરીકે જલાલપોર તાલુકાની ટીમ રહી હતી. બહેનોની દરેક તાલુકાની છ ટીમે ભાગ લીધો દરેક ટીમે ત્રણ ત્રણ લિંક મેચ રમ્યા જેમાં શિક્ષિકા બહેનોની વાંસદા તાલુકાની ટીમ ચેમ્પિયન બની અને ખેરગામ તાલુકાની ટીમ રનર્સ અપ રહી હતી.