Posts

Showing posts from March, 2024

Science fair Keliya School,Vansda: વાંસદા તાલુકાના કેલિયા પ્રા.શાળામાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું.

Image
Science fair Keliya School,Vansda: વાંસદા તાલુકાના કેલિયા પ્રા.શાળામાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું. બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કેલિયા પ્રાથમિક શાળા ખાતે વાંસદા-ચીખલીના ધારાસભ્ય આનંદ પટેલની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યું હતું જેમાં ૮૪ જેટલી કૃતિઓ પ્રદર્શન માટે મૂકવામાં આવી હતી અને કેલિયા પ્રાથમિક શાળાના નવનિર્મિત મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ૨૦૨૪ "ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને વાંસદા તાલુકાની પ્રાથમિક શાળાઓના બાળ વૈજ્ઞાનિકો દ્વારા કેલિયા પ્રાથમિક શાળામાં નવનિર્મિત મકાનનું લોકાર્પણ વાંસદા વિધાનસભાનાં માનનીય ધારાસભ્યશ્રી અનંત પટેલ અને તાલુકા પંચાયત પ્રમુખશ્રી દીપ્તિબેન પટેલની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યું હતું. જેમાં જુદી જુદી પ્રાથમિક શાળાના બાળકોએ 84 જેટલી કૃતિઓ પ્રદર્શન માટે મૂકવામાં આવી હતી.  અધ્યક્ષપદેથી ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે શાળાના ઉત્સાહિત શિક્ષકો દ્વારા દર વર્ષે વૈજ્ઞાનિક પ્રદર્શન રાખવામાં આવે છે અને વિદ્યાર્થીઓ પણ ઉત્સાહથી કૃતિઓ તૈયાર કરે છે આ પ્રસંગે પ્રાંત અધિકારી પટેલ સાહેબે જણાવ્યું હતું કે ખૂબ સરસ આયોજન કર...

Gandevi: સરીસ્ટેશન કન્યાશાળા નં-1 અમલસાડના શિક્ષિકાનો નિવૃત સન્માન સમારંભ યોજાયો.

Image
               Gandevi:   સરીસ્ટેશન કન્યાશાળા નં-1 અમલસાડના શિક્ષિકાનો નિવૃત સન્માન સમારંભ યોજાયો.  તારીખ ૨૯-૦૩-૨ ૦૨૪નાં દિને સરીસ્ટેશન કન્યાશાળા નં-1 અમલસાડના સિનિયર શિક્ષિકા શ્રી સંગીતાબેન મુકેશભાઈ પટેલના નિવૃત્ત સન્માન સમારંભ, ધોરણ -8ના વિધાર્થીઓનો વિદાય સમારંભ અને તા.પં.દ્વારા મળેલ સ્માર્ટ બોર્ડ, પ્રોજેક્ટરનુ ઉદ્ધાટન સમારંભ ત્રિવેણી કાર્યક્રમ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી કલ્પેશભાઈ ટંડેલની અધ્યક્ષતામાં યોજાયો. ગામના સરપંચશ્રી નિલેશભાઈ અને એસ.એમ.સી અધ્યક્ષ શ્રી મોહનભાઈ અને તમામ સભ્યો તેમજ વાલીઓ અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં શાળાના સભાખંડમાં યોજાયો.. ઉપસ્થિત મહેમાનો, કેન્દ્રમાંથી પધારેલ શિક્ષક મિત્રો અને પરિવારજનોની હાજરી સમારંભની શોભા વધારી હતી. ઘટક શિક્ષક સંધના મહામંત્રી સતીષભાઈ, ખજાનચી ભૂપેન્દ્રભાઇ  દેવધા શાળાના આચાર્યશ્રી હેમાંગભાઈ અને શાળાનો ભૂતપૂર્વ સ્ટાફ તમામ બહેનોની વિશેષ ઉપસ્થિત રહી હતી. શાળાનાં આચાર્ય શ્રી અજુવેન્દ્ર પટેલે સર્વે મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો હતો.

Navsari : છાપરા પ્રા. શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થિની અંજલિ કુશવાહા ઇન્ડિયન નેવીમાં પસંદગી.

Image
   Navsari : છાપરા પ્રા. શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થિની અંજલિ કુશવાહા ઇન્ડિયન નેવીમાં પસંદગી.  અંજલિ રમેશચંદ્ર કુશવાહાએ અશક્યને શક્ય કરી બતાવ્યું. તે અત્યંત ગરીબ પરિવારમાંથી આવતી તેણીએ ધોરણ-1 થી 8નો અભ્યાસ છાપરા પ્રાથમિક શાળામાં પૂર્ણ કર્યો હતો. છૂટક મજૂરી કરતા રમેશભાઈને અંજલી સાથે 5 દીકરી છે પણ છતાં દરેક દીકરીને વિકસવાની પૂરેપૂરી તક આ પિતાએ આપી છે. વર્ષ 2012-13થી છાપરા શાળામાં શરૂ થયેલા કરાટે ક્લાસીસમાં તે જોડાઈ હતી. તે ધોરણ 4માં અભ્યાસ કરતી હતી.  તેમણે પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યા પછી ધોરણ ૧૦ અને ૧૨ કોમર્સની પરીક્ષા આપીને B.Com. શરૂ કર્યું. કોલેજના પ્રથમ વર્ષ વખતે જ તેણીના વિવાહ થઈ ગયા હતાં, છતાંય આ દીકરીએ ભારત માતાની સેવા કરવા માટે પોતાની મહેનત ચાલુ રાખી અને Indian Navy CBT Entrance Test પાસ કરી.  NMMSના એક્સ્ટ્રા ક્લાસ અને કરાટે ક્લાસીસે આ સિદ્ધિ આપવામાં મોટો ભાગ ભજવ્યો હોવાનું તેણીએ એક ન્યૂઝ ચેનલને જણાવ્યું હતું. Navy Sailor તરીકે ભરતીમાં મહિલાઓ માટે ૬૦ વેકેન્સી હતી જેમાં તેમણે ઓલ ઇન્ડિયામાં ટોપ ૨૫માં સ્થાન મેળવ્યું. એન્ટ્રન્સ એક્ઝામ, અંગ્રેજીમાં લેખિત પરીક્ષા...

Khergam ખેરગામ વેણફળીયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ધૂળેટી પર્વ નિમિત્તે યુનિટી ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ.

Image
                Khergam ખેરગામ વેણફળીયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ધૂળેટી પર્વ નિમિત્તે યુનિટી ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ. તારીખ:૨૫-૦૩-૨૦૨૪નાં સોમવારના દિને ખેરગામ વેણફળીયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ધૂળેટી પર્વ ટાણે યુનિટી ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી.  જેમાં સમસ્ત વેણફળિયાનાં યુવાનોની કુલ છ ટીમોએ ભાગ લીધો હતો.જેમાં જોહાર ઈલેવન, નિકુંજ ઈલેવન, સંદિપ ઈલેવન, વિક્કી ઈલેવન, નહેર ઈલેવન, અને અજય ઈલેવનનો સમાવેશ થાય છે.   જેમાં વિક્કી ઈલેવન અને નહેર ઈલેવન વચ્ચે ફાઇનલ મુકાબલામાં વિક્કી ટીમ ચેમ્પિયન બની હતી જ્યારે નહેર ટીમ રનર્સ અપ બની હતી. જે ખેલાડીઓ ૧૬ વર્ષથી લઈને ૪૫ વર્ષ સુધીની વય ધરાવે છે. આ ટુર્નામેન્ટનું  આયોજન સતત સાત વર્ષથી થઈ રહ્યું છે. જે વેણ ફળિયાનાં યુવાઓની એકતા અને ભાઈચારાની મિશાલ રજૂ કરે છે.  આ કાર્યક્રમમાં યુવાનો દ્વારા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જે સતત સાત વર્ષથી કરવામાં આવે છે.  ટ્રોફીનું યોગદાન ઉજ્જવલ પટેલ તરફથી મળ્યું હતું.તેમજ મહાપ્રસાદ માટે આશિષ પટેલ, જયદીપ પટેલ, વિક્કી પટેલ, રણજીત પટેલ તરફથી  આ ટુર...

Khergam: શામળા ફળિયા પ્રાથમિક શાળામાં ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી.

Image
                      Khergam: શામળા ફળિયા પ્રાથમિક શાળામાં ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી. તારીખ : ૨૩-૦૩-૨૦૨૪નાં શનિવારના દિને શામળા ફળિયા પ્રાથમિક શાળામાં ધૂળેટી પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. બાળકો ઘરેથી રંગો અને પિચકારી લાવ્યા હતા. જેઓ એકબીજા પર રંગો લગાવી આનંદ માણ્યો હતો. જેમાં  બાલવાટિકા અને ધોરણ ૨થી૮નાં બાળકોએ ભાગ લીધો હતો.તેમજ શિક્ષકો દ્વારા પણ બાળકોને રંગ લગાવી ધુળેટીની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. શામળા ફળિયા પ્રાથમિક શાળાનો દીકરો હેત્વિક પટેલ કે જે છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરે છે. ગઈ વર્ષે ઇલેક્ટ્રિક કરંટ લાગવાથી એક હાથ અને એક પગ ગુમાવ્યો હતો. જે આજના ધૂળેટી પર્વમાં ભાગ લઈ અમારી ખુશી ઓર વધારો કર્યો હતો. શાળાનાં બાળકો અને શિક્ષકો દ્વારા તેમનાં મુખે  રંગ લગાવી તેમને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. હેત્વિક પટેલ આ ધૂળેટી પર્વની ઉજવણીમાં  ભાગ લઈ તે આજે ઘણો ખુશ જોવા મળ્યો હતો.  શાળાનાં આચાર્યશ્રી પ્રજ્ઞાબેન પટેલે હોળી અને ધૂળેટીના પર્વની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.

Khergam: ખેરગામના પાટી પ્રાથમિક શાળા ખાતે MDM યોજના અંતર્ગત અવેરનેસ તાલીમ યોજાઈ.

Image
       Khergam: ખેરગામના પાટી પ્રાથમિક શાળા ખાતે MDM યોજના અંતર્ગત અવેરનેસ તાલીમ યોજાઈ. જિલ્લા પુરવઠા અધિકારીશ્રી નવસારીના અધ્યક્ષ સ્થાને તા.૧૫/૦૩/૨૦૨૪ ના રોજ યોજાયેલ સમીક્ષા બેઠકમાં મળેલ સુચના અનુસંધાને આ તાલીમ યોજાઈ હતી.  નવસારી જિલ્લાની તમામ સરકારી પ્રાથમિક શાળાના મુ.શુ.શ્રીઓને ફુડ હેન્ડલીંગ, હાઇજીન સંદર્ભે અવેરનેસ તાલીમ સંદર્ભે મદદનીશ કમીશનરશ્રી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, નવસારી મારફત  તાલીમ આપવામાં આવી હતી.જે તાલીમમાં  ખેરગામ તાલુકાના તમામ મુ.શિ.શ્રીઓન અને મધ્યાહન ભોજન સંચાલક ઉપસ્થિત રહ્યા હતા. તાલીમનું સંચાલન જિલ્લા ડ્રગ અને ફૂડ વિભાગમાંથી ગૌરાંગભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. અને તેમાં ખેરગામ નાયબ મામલતદાર તેજલબેન અને mdm વિભાગના મિતુલભાઈ પટેલ દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો. તાલીમમાં ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ પરમાર, ખેરગામ કેળવણી નિરીક્ષકશ્રી પ્રશાંતભાઈ પટેલ, ખેરગામ શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિવ્યેશભાઈ ચૌહાણ, મહામંત્રી કિરીટભાઈ પટેલ સહિત  52 શાળાનાં મુખ્ય શિક્ષકો જોડાયા હતા.

Khergam: ખેરગામ કુમાર શાળા ખાતે ખેરગામ તાલુકાની ૨૦ શાળાઓનાં ધોરણ ૬થી૮નાં શિક્ષકો માટે ફ્રેજ -૪ જ્ઞાનકુંજ તાલીમ યોજાઈ.

Image
                             Khergam: ખેરગામ કુમાર શાળા ખાતે ખેરગામ તાલુકાની ૨૦ શાળાઓનાં ધોરણ ૬થી૮નાં શિક્ષકો માટે  ફ્રેજ -૪ જ્ઞાનકુંજ તાલીમ યોજાઈ. તારીખ : ૧૯-૦૩-૨૦૨૪નાં દિને ખેરગામ કુમાર શાળા ખાતે ખેરગામ તાલુકાનાં શિક્ષકો માટે જ્ઞાનકુંજ તાલીમ યોજાઈ હતી. જેમાં ખેરગામ તાલુકાની ૨૦ શાળાઓનાં ધોરણ  ૬ થી ૮નાં ૬૮ શિક્ષક ભાઈ-બહેનોની ફ્રેઝ -૪ જ્ઞાનકુંજ તાલીમમાં જોડાયા હતા. ગુજરાત રાજ્યની સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના 30000 વર્ગખંડોમાં જ્ઞાનકુંજનું અમલીકરણ. થયેલ છે. ગુજરાત શાળા શિક્ષણ પરિષદ (GCSE) શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર વતી હાર્ડવેર ઓપરેટિંગ સોફ્ટવેર અને સિસ્ટમ્સની જાળવણી સહિતની તાલીમ શિક્ષકોને આપવામાં આવી રહી છે. જે અંતર્ગત માસ્ટર ટ્રેનર્સ દ્વારા ખેરગામ તાલુકાના શિક્ષકોને સ્માર્ટ બોર્ડની ઓપરેટિંગ સિસ્ટમ અને toolsની સમજ અને તેના વિવિધ મેનુઓની સમજ આપવામાં આવી હતી. વર્ગખંડમાં તેનો ઉપયોગ કરી શિક્ષણની ગુણવત્તામાં કેવી રીતે સુધારો કરવો, તે બાબતે નીચે આપેલ મુદ્દાઓ પર તાલીમ આપવામાં આવી હતી. જ્ઞાનકુંજ પરિચય જ્ઞ...

Navsari: નવસારી જિલ્લાના શિક્ષકોની આંતર તાલુકા ક્રિકેટ ટુર્નામેન્ટ સંજય ફાર્મ ક્રિકેટ મેદાન, ચીખલી ખાતે યોજાઈ.

Image
                Navsari: નવસારી જિલ્લાના શિક્ષકોની આંતર તાલુકા ક્રિકેટ ટુર્નામેન્ટ સંજય ફાર્મ ક્રિકેટ મેદાન, ચીખલી ખાતે યોજાઈ. ભાઈઓની ફાઈનલ મેચમાં ચીખલી ટીમ ચેમ્પિયન. બહેનોની ફાઈનલ મેચમાં વાંસદા ટીમ ચેમ્પિયન. આ ટૂર્નામેંટમાં ભાઈઓ માટે ટેનીસ નીવ્યા હેવી અને બહેનો માટે સ્ક્વેર કટ લાઇટ બોલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તારીખ:- --16/03/2024 અને તા:17/03/2024ને શનિવાર અને રવિવારના રોજ સંજય ફાર્મ ક્રિકેટ મેદાન, ચીખલી ખાતે નવસારી જીલ્લાના 6 તાલુકાનાં ભાઈઓ અને બહેનોની આંતર તાલુકા ક્રિકેટ ટુર્નામેન્ટનું  આયોજન  કરવામાં આવ્યું હતું. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં છ તાલુકાની ભાઈઓની અને બહેનોની મળી એમ કુલ 12 ટીમેએ ભાગ લીધો હતો.દરેક તાલુકાની ભાઈઓની ટીમે પાંચ પાંચ લિંગ મેચ રમ્યા બાદ બે સેમિફાઇનલ અને ત્યારબાદ એક ફાઇનલ મેચ રમ્યા. જેમાં શિક્ષક ભાઈઓ ની ફાઇનલ મેચમાં ચીખલી તાલુકાની ટીમ ચેમ્પિયન બની અને રનર્સ અપ તરીકે જલાલપોર તાલુકાની ટીમ રહી હતી. બહેનોની દરેક તાલુકાની છ ટીમે ભાગ લીધો દરેક ટીમે ત્રણ ત્રણ લિંક મેચ રમ્યા જેમાં શિક્ષિકા બહેનોની વાંસદા તાલુકાની ટીમ ...

Khergam: ખેરગામ તાલુકાના નાંધઈ ગામે ઔરંગા નદી પર વલસાડ અને નવસારી જિલ્લાને જોડતા બ્રીજનું ખાતમુહૂર્ત કરાયું.

Image
                                      Khergam: ખેરગામ તાલુકાના નાંધઈ ગામે ઔરંગા નદી પર વલસાડ અને નવસારી જિલ્લાને જોડતા બ્રીજનું ખાતમુહૂર્ત કરાયું. આજરોજ તારીખ ૧૫-૦૩-૨૦૨૪નાં દિને ખેરગામ તાલુકાના નાંધઈ ગામે ઔરંગા નદી પર વલસાડ અને નવસારી જિલ્લાને જોડતા વર્ષો જૂની માંગણી વાળા નાંધઈ વેદાશ્રમથી ગંગેશ્વર મહાદેવ મંદિર રોડ પર મેજર બ્રીજ કન્સ્ટ્રક્શનના અંદાજિત ₹5.78 કરોડ કરતાં વધુ રકમના કાર્યનું  પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય શ્રી નરેશભાઈ પટેલ અને ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલની સાથે ખાતમૂહુર્ત કરી મોટી સંખ્યામાં ઉપસ્થિત સૌ ગ્રામજનોને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ પાઠવ્યા. આ જ કાર્યક્રમમાં નવસારી જિલ્લાના હોદ્દેદારો,ખેરગામ તાલુકાનાં હોદ્દેદારો,અધિકારીઓ, સામજિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતાં.

Navsari: નવસારી જિલ્લાને મળી ૧૨મી મોબાઇલ વેટરનરી યુનિટની ભેટ.

Image
     Navsari: નવસારી જિલ્લાને મળી ૧૨મી મોબાઇલ વેટરનરી યુનિટની ભેટ. મોબાઈલ વેટરનરી યુનિટનું લોકાર્પણ કરતા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પરેશભાઈ દેસાઈ. ચિખલી તાલુકાના હોન્ડ ગામ સહિત આસપાસના ૧૦ ગામોમાં પોતાની સેવા આપશે. ( નવસારી :શુક્રવાર ) નવસારી જિલ્લા પંચાયતના પ્રાગણમાંથી ચીખલી તાલુકાના હોન્ડ ગામ માટે આજ રોજ કેન્દ્ર સરકાર પુરસ્કૃત ફંડમાંથી મોબાઈલ વેટરનરી યુનિટ (ફરતું પશુ દવાખાનું)નું લોકાર્પણ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પરેશ ભાઈ દેસાઇના હસ્તે કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં પશુ સારવાર માટે ભારત સરકારની યોજના હેઠળ હાલ મોબાઈલ વેટરીનરી યુનિટ કાર્યરત છે. જેને અનુલક્ષીને  ગુજરાતના નવસારી જિલ્લા સહિત અમદાવાદ, ગાંધીનગર, છોટા ઉદેપુર, તાપી, નર્મદા, પંચમહાલ, બનાસકાંઠા, ભરુચ અને મહીસાગર જિલ્લામાં નવા મોબાઈલ વેટરીનરી યુનિટની ભેટ અપાઈ રહી છે.  નોંધનિય છે કે, આ નવા મોબાઇલ વેટરનરી યુનિટ હોન્ડ ગામ સહિત આસપાસના ૧૦ ગામોમાં પોતાની સેવા આપશે.  નવસારી જિલ્લામાં ૧૧ મોબાઈલ વેટરનરી યુનિટની સુવિધા ઉપલબ્ધ છે. આજરોજ લોકાર્પણ થયેલ આ મોબાઇલ વેટરનરી યુનિટ જિલ્લાની ૧૨મી મોબાઇલ વેટરનરી યુનિટ છે....

Khergam : ખેરગામ ગ્રામ પંચાયત સહયોગથી શ્રીમદ્દ રાજચંન્દ્ર હોસ્પિટલ દ્વારા નિશુ:લ્ક જનરલ હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો.

Image
                                    Khergam : ખેરગામ ગ્રામ પંચાયત સહયોગથી શ્રીમદ્દ રાજચંન્દ્ર હોસ્પિટલ દ્વારા નિશુ:લ્ક જનરલ હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો. તારીખ : ૧૪ માર્ચ ૨૦૨૪  ગુરુવારના રોજ સ્થળ : વલસાડ રોડ, ધર્મેશભાઈ પટેલની વાડીમા સમય : સવારે ૧૦.૦૦ વાગ્યાથી  બપોરે ૩.૦૦ વાગ્યા સુધી નિશુ:લ્ક જનરલ હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. જેમાં બ્લડ સુગર,બ્લડ પ્રેશર, શરદી, ખાંસી, તાવ, ઝાડા-ઉલ્ટી,ખાસ કરીને એનિમીયાની તપાસ (શરીરમા હીમોગ્લોબીન (લોહી)નું પ્રમાણ)નાં કુલ ૩૯૫ જેટલાં લાભાર્થીઓની તપાસ કરવામાં આવી હતી. દાંતની સમસ્યાને લગતા ૭૦ જેટલાં લાભાર્થીઓની તપાસ કરવામાં આવી હતી. જ્યારે આંખની તપાસ કરી અને ૨૭૪ જેટલાં લાભાર્થીઓને ચશ્માં વિતરણ કરવામાં આવ્યું હતું. જેઓનું લોહીનું પ્રમાણ 7% થી ઓછુ આવ્યું હશે તેવા એનિમીયાના (લોહીની ઊણપ વાળા)દર્દીઓને આયુષ્યમાન ભારત કાર્ડ હેઠળ નિઃશુલ્ક સારવાર માટે શ્રીમદ્દ રાજચન્દ્ર હોસ્પિટલમાં સઘન સારવાર માટે મોકલવામાં આવશે. આ પ્રસંગે ગામના સરપંચ ઝરણાબેન પટેલ, ડેપ્યુટી જીગ્નેશભાઈ પટેલ, ...

Khergam : ખેરગામના N.S.S.ના બે સ્વયંસેવકો રાષ્ટ્રીય એકતા (NIC)-૨૦૨૪ શિબિરમાં ભાગ લેશે.

Image
      ખેરગામના સરસીયા ખાતે આવેલી સરકારી વિનયન વાણિજય અને વિજ્ઞાન કોલેજના સ્વયંસેવકો આયુષકુમાર સુભાષભાઈ પટેલ અને રૂત્વિકાબેન સુધીરભાઈ પટેલ કૉલેજના આચાર્ય ડૉ. સંજયકુમાર એમ. પટેલના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય સેવા યોજના (N.S.S.) વિભાગ દ્વારા તા.૧૬ થી તા.૨૨ દરમિયાન ફ્કીર મોહન યુનિવર્સિટી, બાલાસોર, ઓડીસ્સા ખાતે આયોજિત રાષ્ટ્રીય એકતા શિબિર (NIC)-૨૦૨૪ માં ભાગ લેશે.એન.એસ.એસ. પ્રાદેશિક નિર્દેશાલય, ભુવનેશ્વર અને યુવા અને રમત મંત્રાલય, ભારત સરકાર દ્વારા ફ્કીર મોહન યુનિવર્સિટી, બાલાસોર, ઓડીસ્સા ખાતે યોજિત શિબિરમાં સમગ્ર ભારતભરના વિવિધ રાજ્યોની સંસ્કૃતિની ઓળખ કરાવતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરમાં સમગ્ર ભારતમાંથી વિવિધ રાજ્યોના કુલ ૧૨૨ N.S.S. ના સ્વયંસેવકો ભાગ લેશે. જેમાં સમગ્ર ગુજરાત રાજયમાંથી વિવિધ યુનિવર્સિટીઓમાંથી માત્ર ચાર સ્વયંસેવકો અને ચાર સ્વયંસેવિકાઓ મળી કુલ ૮ સ્વયંસેવકોને કેમ્પ માટે પસંદ કરવામાં આવ્યા છે.  જેમાં ખેરગામ કોલેજના બે સ્વયંસેવકો આયુષકુમાર સુભાષભાઈ પટેલ અને રૂત્વિકાબેન સુધીરભાઈ પટેલની પસંદગી થઈ છે, જે સમગ્ર કૉલેજ પરિવાર માટે ગ...

Khergam : ખેરગામ મામલતદારશ્રી ડી.સી. બ્રાહ્મણકાચ્છ દ્વારા શામળા ફળિયા પ્રાથમિક શાળાની ઓચિંતી મુલાકાત દરમ્યાન શિષ્ટાચારનાં દર્શન કરાવ્યા.

Image
              Khergam : ખેરગામ મામલતદારશ્રી ડી.સી. બ્રાહ્મણકાચ્છ દ્વારા શામળા ફળિયા પ્રાથમિક શાળાની ઓચિંતી મુલાકાત દરમ્યાન શિષ્ટાચારનાં દર્શન કરાવ્યા. તારીખ ૧૩-૦૩-૨ ૦૨૪નાં દિને બીજા સેશન દરમ્યાન ખેરગામ મામલતદારશ્રી ડી.સી. બ્રાહ્મણકાચ્છ દ્વારા શામળા ફળિયા પ્રાથમિક શાળાની ઓચિંતી મુલાકાત લેવામાં આવી હતી. જેમાં પ્રથમ બી.એલ.ઓ. દ્વારા બુથની માહિતી લેવામાં આવી. ત્યાર બાદ ધોરણ -૭ નાં વર્ગખંડમાં દાખલ થઈ શિક્ષકની ખુરશી પર બેસતા પહેલાં બાળકો પાસે બેસવા અંગે પૂછવામાં આવતાં બાળકો નવાઈ પામ્યા હતા. એક અધિકારી શિક્ષકની ખુરશી પર બેસવા અંગે મંજૂરી માંગે અને તે પણ બાળકો પાસે એ બાળકો માટે નવાઈની વાત  કહેવાય. જે તેમણે નમ્રતાનાં ગુણનું પ્રત્યક્ષ શિક્ષણ આપ્યું હતું.  સાહેબે વર્ગમાં અધિકારી તરીકે નહિ પરંતુ શિક્ષકની જેમ બાળકો સાથે વાર્તાલાપ કર્યો હતો.વાતચીત દરમ્યાન બાળકો પણ જાણે શિક્ષક સાથે જ વાતચીત કરતા હોય તેવું વાતાવરણ જોવા મળ્યું હતું. જે આજના વર્તમાન સમયમાં જવલ્લે જોવા મળે છે. બાળકો દ્વારા અંગ્રેજીમાં અભિવાદન કર્યા બાદ  સાહેબે માતૃભાષામાં અભિવાદન કરી માતૃભા...