માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત

Image
 માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને.  પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે.   આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુરક્ષા ક્ષેત્રે ...

Khergam : ખેરગામના N.S.S.ના બે સ્વયંસેવકો રાષ્ટ્રીય એકતા (NIC)-૨૦૨૪ શિબિરમાં ભાગ લેશે.

     


ખેરગામના સરસીયા ખાતે આવેલી સરકારી વિનયન વાણિજય અને વિજ્ઞાન કોલેજના સ્વયંસેવકો આયુષકુમાર સુભાષભાઈ પટેલ અને રૂત્વિકાબેન સુધીરભાઈ પટેલ કૉલેજના આચાર્ય ડૉ. સંજયકુમાર એમ. પટેલના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય સેવા યોજના (N.S.S.) વિભાગ દ્વારા તા.૧૬ થી તા.૨૨ દરમિયાન ફ્કીર મોહન યુનિવર્સિટી, બાલાસોર, ઓડીસ્સા ખાતે આયોજિત રાષ્ટ્રીય એકતા શિબિર (NIC)-૨૦૨૪ માં ભાગ લેશે.એન.એસ.એસ. પ્રાદેશિક નિર્દેશાલય, ભુવનેશ્વર અને યુવા અને રમત મંત્રાલય, ભારત સરકાર દ્વારા ફ્કીર મોહન યુનિવર્સિટી, બાલાસોર, ઓડીસ્સા ખાતે યોજિત શિબિરમાં સમગ્ર ભારતભરના વિવિધ રાજ્યોની સંસ્કૃતિની ઓળખ કરાવતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

આ શિબિરમાં સમગ્ર ભારતમાંથી વિવિધ રાજ્યોના કુલ ૧૨૨ N.S.S. ના સ્વયંસેવકો ભાગ લેશે. જેમાં સમગ્ર ગુજરાત રાજયમાંથી વિવિધ યુનિવર્સિટીઓમાંથી માત્ર ચાર સ્વયંસેવકો અને ચાર સ્વયંસેવિકાઓ મળી કુલ ૮ સ્વયંસેવકોને કેમ્પ માટે પસંદ કરવામાં આવ્યા છે. 

જેમાં ખેરગામ કોલેજના બે સ્વયંસેવકો આયુષકુમાર સુભાષભાઈ પટેલ અને રૂત્વિકાબેન સુધીરભાઈ પટેલની પસંદગી થઈ છે, જે સમગ્ર કૉલેજ પરિવાર માટે ગૌરવની બાબત છે.

Comments

Popular posts from this blog

ગણદેવી તાલુકાના અમલસાડ સરી સ્ટેશન કન્યા શાળા -૧ નું શાળા કક્ષાનું વિજ્ઞાન પ્રદર્શન- 2024/25 યોજાયું.

Khergam news : માતા-પિતાનું છત્ર ગુમાવનાર ખેરગામનો યુવાન પરિશ્રમ કરી પીએસઆઇ બન્યો.

ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ દ્વારા ખેરગામ તાલુકાનાં પૂર અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત