માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત

Image
 માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને.  પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે.   આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુરક્ષા ક્ષેત્રે ...

ખેરગામ તાલુકાના પાંચ ગામોના રસ્તાનું નવીનીકરણ કરવામાં આવશે.

  

ખેરગામ તાલુકાના પાંચ ગામોના રસ્તાનું નવીનીકરણ કરવામાં આવશે.

રૂા. ૫.૧૩ કરોડના ખર્ચે થનારા કાર્યો માટે ધારાસભ્ય નરેશ પટેલે ખાતમુર્હત કર્યુ.

લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થાય એ પહેલા સરકાર દ્વારા મતદારોને મનાવવા માટે મંજુર થયેલા વિકાસના કામોની ખાતમુહૂર્ત વિધિ જોરશોરથી કરવામાં આવી રહી છે. જેમાં ખેરગામ તાલુકાના પાંચ જેટલા ગામોમાં રૂપિયા ૫.૧૩ કરોડના કામોની ખાતમુહૂર્ત વિધિ ગણદેવી ચીખલીના ધારાસભ્ય નરેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવી હતી જેને લઇ કાર્યકરો અને ગામના રહીશોમાં આનંદની લાગણી છવાઈ જવા પામી છે. ખેરગામને તાલુકાનો દરજજો મળ્યા બાદ તાલુકાના ગામોનો ધીરે ધીરે વિકાસ થઈ રહ્યો છે.

ત્યારે આગામી લોકસભાની ચૂંટણી યોજાનાર હોય ત્યારે ખેરગામ તાલુકાના કેટલાક ગામોમાં રસ્તાના કામો સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યા હતા જે ચૂંટણીની તારીખ જાહેર થાય તે પહેલા રસ્તાના કામોની ખાતમુહૂર્ત વિધિ ગામેગામ યોજવામાં આવી રહી છે. જેમાં પાટી બલ્લાબારી રોડ ૧.૮ કી.મી નો જે ૪૦ લાખ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવશે કાકડવેરી પાટી રોડને જોડતો તોરણવેરા પાટી ખટાણા રોડ ૪.૪૦ કિ.મી જે ૧.૬૩ કરોડના ખર્ચે, ખેરગામ મિશન ફળિયા રોડ સાડા પાંચ કિ.મી નો જે ૧.૫૦ કરોડ તથા આછવણી આહિર ફળીયા રોડ ૨.૨૦ કી.મી ૬૦ લાખ અને ખેરગામ પીઠા રોડ ૩.૬૦ કી.મી જે રૂપિયા ૧ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે.

ત્યારે આ પાંચ ગામોમાં બનનારા રસ્તાના કામોની ખાતમુહૂર્ત વિધિ ગણદેવી ચીખલીના ધારાસભ્ય નરેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવી હતી. જેને લઈ ગામના રહીશો અને કાર્યકરોમાં ખુશીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

Comments

Popular posts from this blog

ગણદેવી તાલુકાના અમલસાડ સરી સ્ટેશન કન્યા શાળા -૧ નું શાળા કક્ષાનું વિજ્ઞાન પ્રદર્શન- 2024/25 યોજાયું.

Khergam news : માતા-પિતાનું છત્ર ગુમાવનાર ખેરગામનો યુવાન પરિશ્રમ કરી પીએસઆઇ બન્યો.

Khergam|Toranvera school: ખેરગામ તાલુકાના તોરણવેરા પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાનો સ્વાતંત્ર્ય દિન ઉજવાયો.